સુરતમાં 11 વર્ષિય બાળકી સાથે નરાધમોએ દુષ્કર્મ આચરતાં સારવાર દરમિયાન મૃત્યુ થતા ખળભળાટ, બાળકીને મુખાગ્નિ આપતા પિતાનું હૃદયસ્પર્શી રૂદન
સુરતમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો. સારવાર દરમિયાન બાળકીનું મોત થયું. આ ઘટનાને લઇને લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે.
સુરત જાણે ગુજરાતનુ ક્રાઈમ કેપીટલ બની ગયુ હોય તેમ હત્યા, મર્ડર, લૂંટ જેવી ખબરો શહેરીજનો માટે આમ બની ગઈ છે. એવામાં શહેરના પલસાણાના વિસ્તારમાં એક બાળકી સાથે નરાધમોએ બળાત્કાર ગુજારતા બાળકીનુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ મૃતક બાળકીના મૃતદેહને અંતિમસંસ્કાર માટે કડોદરા સ્મશાન ગૃહ ખાતે લઈ જવાયો હતો. જે બાળકીની અંતિમક્રીયામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાળકીના અંતિમસંસ્કાર કરાયા હતા. આ દરમિયાન બાળકીને મુખાગ્નિ આપતા તેના પિતાના હ્રદયસ્પર્શી રૂદનથી આસપાસ ઉભેલા લોકોની પણ આંખો ભરાઈ આવી હતી. બાળકીને મુખાગ્ની આપતા પિતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા.
દયારામે દુષ્કર્મ આચર્યું, કાલુરામે કરી હતી મદદઃ રેન્જ આઇજી રાજકુમાર પાંડિયન
આ મામલે રેન્જ આઇજી રાજકુમાર પાંડિયને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો ચૂક્યો છે. હાલ દયા અને કાલુરામ નામના ઇસમની અટકાયત કરાઈ છે. દયા અને કાલુરામ બાળકીને લોભામણી લાલચ આપી લઈ ગયો હતો. CCTV ફૂટેજ આધારે તમાપસમાં દયારામ અને કાલુરામ દેખાઈ આવ્યા હતા. દયારામએ બાળકીનો રેપ કરી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કાલુરામે દયારામને મદદ કરી હતી. રૂમનો પહેરો કરી બાદમાં તાળુ મારવા આવ્યો હતો. બીજા કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ કરાશે.
આપને જણાવી દઈએ કે, સુરતના જોળવામાં આવેલ એક બિલ્ડીંગમાં બાળકીને લઈ જઈને આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ આરોપીઓ વિરૂદ્ધ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને પોલીસ, LCB અને SOGની ટીમ પણ દોડતી થઈ હતી. પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..