સુરતના 108 વર્ષના નાથી બા લિફ્ટ વગર બે માળથી ચડ ઉતર કરે છે
સુરતઃ વરાછામાં રહેતા નાથીબેન ચાંદપરા 108 વર્ષે પણ અડિખમ છે. પરિવારને તેમનો 108મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. ત્યારે દાદીએ પોતાના સ્વાસ્થ્ય અંગ કહ્યું હતું કે, ‘આટલા વર્ષોમાં મેં ક્યારે પણ કોઇનાં પર ગુસ્સો કર્યો નથી, કારણકે મારૂ માનવુ એ છે કે ગુસ્સો કરવાની સામે વાળી વ્યક્તિને લાંબા ગાળે એની અસર થતી નથી અને એમનાં પર ગુસ્સો કરવાને કારણે આપણું પણ મગજ ખરાબ થાય છે, માટે હું ગુસ્સો કરવા કરતા સીધો મારો મુદ્દો કહી એ વાતને મારા મગજમાંથી કાઢી જ નાખુ છું અને પછી એ વાત હું વધારે ધ્યાન પણ નથી આપતી માટે મારૂ મગજ હંમેશા શાંત રહે છે અને જ્યારે બધાનું મગજ ખરાબ હોય ત્યારે હું તટસ્થ અને શાંત કહી બધાને સારી સલાહ પણ આપી શકુ છું.’સાથે બે માળના દાદર પણ ચડ ઉતર કરી શકું છે.
હેલ્ધી રહેવા મગજ સ્વસ્થ રાખો
જીવનમાં જ્યારે તમને માનસિક શાંતી જોઇતી હોય ત્યારે સૌથી વધારે જરૂરી છે કે પોતાનાં કામથી કામ રાખો અને બીજાની વાતો અને જીંદગીમાં ટાંગ ન અડાવો, છેલ્લા 108 વર્ષથી મેં કોઇની પણ વાતોમાં પોતાની ચાંચ ખોટી રીતે મારી નથી અને મારા કામથી કામ રાખ્યુ છે. જેથી મને કોઇપણ દિવસ ટેન્શન કે ડિપ્રેશન મારાથી દૂર રહે છે.
જમવાનું એક જ શેડ્યુલ છે.
દાદીએ જણાવ્યું હતું કે, મારા લગ્નબાદ અને લગ્ન પહેલાથી જ મને બહારનું ખાવાનો શોખ નથી, જો કદાચ કોઇવાર બહાર ખાવા જવુ પડે તો થોડુ ઘણુ ખાધા પછી પણ ઘરે આવીને દાળ-ભાત કે ખીચડી-કઢી તો મારે ખાવા જ પડે તો જ મને સંતોષ થાય. રાત્રે ઘરે ન જમું તો મને ઉંઘ ન આવે. ક્યારેય હોટલમાં જમી નથી.
સાંધાનો પણ દુઃખાવો નથી
નાથીબેને જણાવ્યું હતું કે, લગ્નબાદ તો આજનાં સમયની જેમ ઘરમાં કામવાળી રાખવાનો પ્રથા ન હતી, માટે ઘરનાં કચરા-પોતા, કપડા-વાસણ જાતે જ કરતી અને લાંબાગાળાનાં મકાનો મોટા હોવાને કારણે શરીર અને સાંધા મજબુત હતા, જેથી આજે પણ લીફ્ટનો ઉપયોગ કરતી નથી અને બે માળ સરળતાની ચઢી-ઉતરી શકુ છું.
ખજૂર ખાવાની ઇચ્છા થાય
નાથી બાને સૌથી વધુ પ્રિય બે વાનગી છે. આ અંગે કહ્યું કે, જે મને ક્યારે પણ ખાવા મળે ત્યારે હું ખાવાનો મોકો છોડતી નથી, પાપડી ગાંઠિયા(ફાફડી) અને ખજૂર. મારા દાત નથી પણ આજે પણ જ્યારે પણ મારા હાથે ખજૂર આવે તો હું ખાવાનું ચુકતી નથી અને ફાફડી તો મને ક્યારે પણ ખાવા મળે ત્યારે હું ખાઇ જ લેતી હોંઉ છું.