સુરતમાં રોડ અકસ્માતમાં ઘાયલ દર્દીના બંધ હૃદયને 108ની ટીમે CPR આપીને ફરી ધબકતું કરી નવુંજીવન આપ્યું

સુરતમાં 108ની ટીમે રોડ અકસ્માતમાં હૃદયના બંધ ધબકારાને CPR આપી દર્દીને નવું જીવન આપ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસ અને રાહદારીઓએ નજરે જોઈ 108ની ટીમની પ્રસંસનીય કામગીરીના વખાણ કર્યા હતા.

બુધવારની રાત્રે રાહદારીને અજાણ્યા વાહને અડફેટે લીધો હતો

CPR અને કુદરતી શ્વાસ આપી દર્દીનું હૃદય ફરી ધબકતું કર્યું

મળતી માહિતી મુજબ પલસાણાથી 3 કિલો મીટરના અંતરે આવેલ માખિંન્ગા બ્રિજ નીચે ગઈકાલે મોડી રાત્રે 20 થી 25 વર્ષીય એક અજાણ્યો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. આ અંગે કોઈએ 108માં ફોન કરતા પલસાણા લોકેશનના 108 એમ્બ્યુલન્સના કર્મચારી ત્રણ કિલો મીટરનું અંતર માત્ર ચાર મિનટમાં કાપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. યુવકના માથામાં પાછળના ભાગે માસ નીકળી ગયું હતું. અને તેના મગજના ભાગે ગંભીર ઈજા થઇ હતી.

ઘટના સ્થળે એક લીટર જેટલું દર્દીનું લોહી પણ વહી ગયું હતું. જોકે, 108ના કર્મચારીએ તેમને ચેક કરતા તેમનું હૃદય બંધ થઇ ગયું હોવાનું લાગ્યું હતું ત્યારે 108ના કર્મચારીએ તાત્કાલિક તેને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. સાથે જ તેને ઓક્સિજન પણ આપ્યું હતું. અને 10 થી 12 મિનટમાં દર્દીનું બંધ હૃદય ફરીથી ધભકતું કરી તેનો જીવ બચાવ્યો હતો. ઉપરાંત વઘુ સારવાર માટે દર્દીને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જયારે બીજી બાજુ તેના સગા અને શેઠ શોધખોળ કરતા પલસાણા પોલીસ મથકે પહોચતા ત્યાં તેની ઓળખ પલસાણા ચોકડી પાસે રહેતા 22 વર્ષીય બહાદુર મહતો તરીકે થઇ હતી. પોલીસ અને પરિચિત વ્યક્તિઓને દર્દી અંગે માહિતી મળતા તેઓ સ્મીમેર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

સુરત 108 એમ્બ્યુલન્સના ઓફિસરે જણાવ્યું હતું કે, અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા થવાથી હૃદય ધબકતું બંધ થઇ ગયું હતું. જેથી 108 ના કર્મચારીએ 10 સાઇકલ કાર્ડિયાક પલ્મોનરી રીવ્યસીટેશન (એસ.પી.આર) અને બેગ વિથ માર્ક્સ એટલે કે કુત્રિમ શ્વાસ ઓક્સિજન આપવા (બી.વીબી)નું શરૂ કરી દીધું હતું. જેને કારણે દર્દીના બંધ હૃદયના ધબકારા ફરી શરૂ થયા હતા 108ની ટીમે દર્દીની સારવાર માટે અમદાવાદ ખાતેની 108 ટીમના ડૉક્ટરોની સલાહ લીધી હોવાનું જાણવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો