106 વર્ષના નથુબા પરિવારની 5 પેઢી સાથે અડીખમ, રસોઇથી માંડીને ઘરનાં તમામ કામ કરે છે જાતે
શરીરની તંદુરસ્તી ખુદ વ્યકિત પર જ આધાર રાખે છે. નિરોગી કેમ રહેવું એ ઊનાનાં સનખડા ગામનાં 106 વર્ષની ઉંમરનાં નથુબા પાસેથી શીખવા જેવું છે. સદી વટાવી ચુકેલા વૃધ્ધા નથુબા જીવાભા ગોહીલ પરિવારની પાંચ પેઢી સાથે અડીખમ છે. 106 વર્ષની ઉંમર અને પાંચ દિકરા અને તેમના ઘરે પણ દિકરા-દિકરી સહિતનો વિશાળ પરિવાર હોવા છતાં વહેલી સવારે નિયમીત ઉઠવું, પ્રાર્થના -પુજા કરવી, રસોઇ સહિતનું ઘરકામ જાતે કરવું, ગામથી દુર આવેલા ખેતરે ચાલીને જવું, ત્યાં નીંદવા સહિતનો કામ કરવું અને સતત કામમાં વ્યસ્ત રહ્યા બાદ પરિવારના સભ્યો વચ્ચે બેસી જીવનનાં અનુભવોની શીખ આપવી એજ તેમનો જીવનમંત્ર બની રહ્યો છે.
ક્યારેય બીમાર પડયા નથી
નથુબા ક્યારેય બીમાર પડ્યા નથી કે કોઇ દવા લીધી નથી. આ ઉંમરે પણ આંખ, દાંત, કાન, મજબુત છે. બપોરે જમવામાં બાજરાનો રોટલો તો અચુક જોઇએ. તેઓ સાકરમાં દુધ ભળે એ રીતે પરિવારની શોભા બની રહ્યા છે.
ત્રણ દીકરા આર્મીમેન, સીમાડાની સેવામાં
ધન્ય છે એ માતા નથુબાને કે તેમનાં ત્રણ -ત્રણ સપુત આર્મીમાં સેવા બજાવે છે અને માડાઓની રક્ષા માટે દુશ્મનોની છાતી પર ઉભા છે. દિકરાઓનાં સંતાનોને પણ સાચવી સારા સંસ્કારો સાથે ઉછેર કરી રહ્યા છે.
નથુબાનો નવરા બેસવા કરતાં કામ કરવાનો જીવન મંત્ર
ગ્રામ્ય વિસ્તારની આબોહવા મનની શાંતિ અને ખુશાલીમાં વધુ પ્રેરણારૂપ બને છે. નવરા બેસવા કરતાં કામ કરતા રહે તો તંદુરસ્તી જળવાઇ રહે એ નથુબાનો જીવનમંત્ર છે
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.