દાહોદમાં હૃદય ચીરી નાંખે તેવી ઘટના સામે આવી: ઘઉં કાઢતી વખતે 10 વર્ષની બાળકીનું માંથુ મશીનમાં આવતા માથાના વાળ ચામડી સાથે નીકળી ગયા

ગરબાડા (Dahod news) તાલુકમાં એક હૃદય ચીરી નાંખે તેવી ઘટના સામે આવી છે. જાંબુઆ ગામમાં ઘરની આગળ થ્રેસર મશીનથી (wheat thresher machine accident) ઘઉં કાઢતી વખતે 10 વર્ષની બાળકી અચાનક પાછળના ભાગમાં આવી જતા બાળકીને માથામાં ગંભીર ઇજા થઇ છે. આ સાથે તેના વાળ ચામડી સાથે નીકળી ગયા છે. ગરબાડા તાલુકાના જાંબુઆ ગામના હવેલી ફળિયામાં રહેતા જવલિંગ ભાભોર પોતાના ઘરની આગળ થ્રેશર મશીનમાં ઘઉં કાઢવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન 10 વર્ષની દીકરી ઝીણીબેન આ મશીનની પાછળના ભાગે આવી ગઇ હતી. હાલ તેને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં (Dahod Zydus Hospital) ખસેડવામાં આવી છે.

10 વર્ષની બાળકી ગંભીર ઈજાગ્રસ્ત થતા તેને તરત જ 108 ઈમરજન્સી સેવા મારફતે સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટનામાં 10 વર્ષીય ઝીણીબેન કેવી રીતે થ્રેસર મશીનમાં આવી ગયા હતા જેનો હાલ કોઈ ખુલાસો થયો નથી. આ ઘટના વાયુવેગે પ્રસરતા આખા પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ છે.

જોકે, આ અકસ્માતમાં 10 વર્ષની ઝીણીબેન કઇ રીતે મશીનમાં આવી ગઇ તે અંગે હાલ કોઇ ખુલાસો થયો નથી. હાલ આ અંગે પૂછપરછ થઇ રહી છે.

દાહોદમાં ચાર અક્સમાતમાં ત્રણના મોત
દાહોદ જિલ્લામાં અન્ય એક ગમખ્વાર અકસ્માતો સામે આવ્યા છે. નાનસલાઇ ગામે ટ્રકની ટક્કરે બાઇક ચાલકનું જ્યારે વડબારા ગામે બાઇકની ટક્કરે 15 વર્ષિય કિશોર તથા સબરાડામાં છકડાની ટક્કરે 55 વર્ષિય આધેડમાં નિપજ્યું હતું. તેમજ ખારવામાં કારનો બચાવ કરતાં જતાં તુફાન પલ્ટી ખાતાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં અન્ય લોકોને ઇજાઓ થઇ હતી. છેલ્લા બે દિવસમાં અકસ્માતની ચાર ઘટના ઘટી છે જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે.

ઝાલોદ તાલુકાના સીતાવટલીનો 27 વર્ષિય મુકેશભાઇ મંગળાભાઇ મછાર તેમની પત્ની તેના પીયરમાં ગુલતોરા ગામે બાઇક પર જઇ રહ્યો હતો. દરમિયાન સાંજે નાનસલાઇ નવી વસાહત પાસે રોડ ઉપર લીમડી તરફથી એક TN-28-AE-5689 નંબરના ટ્રકના ચાલકે અડફેટમાં લીધો હતો. મુકેશભાઇને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો