ગુજરાતમાં હવે ટુંક સમયમાં ધો- 1 થી 5ના ઑફલાઈન વર્ગો શરૂ થવાની સંભાવના, શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર લગભગ ખતમ થઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા પણ કેટલીક છૂટછાટો અપાઈ રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર સ્કૂલો શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે આજે ધોરણ 1 થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કેવડિયા ખાતે શુરપાણેશ્વર મહાદેવની પૂજા કરવા આવેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાતમાં પહેલા કોલેજ પછી ધોરણ 10 થી 12 અને ગત અઠવાડિયે ધોરણ 6 થી 8ના ઑફલાઈન વર્ગો શરૂ કરવામાં સરકાર સફળ રહી છે. વાલીઓ પણ પોતાના બાળકોને સ્કૂલોમાં મોકલી રહ્યાં છે અને શિક્ષકો પણ ઉત્સાહિત થઈને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં છે. એવામાં ટૂંક સમયમાં કોર કમિટીની બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિદોની સલાહ બાદ ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી શકે છે. આથી અમે હવે પછીના તબક્કામાં ધોરણ 1 થી 5ના ઑફલાઈન વર્ગો શરૂ કરવાનું વિચારી રહ્યાં છીએ.
નર્મદા ડેમમાં પાણીના જથ્થા અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, નર્મદા ડેમમાં પાણીનો જથ્થો પુરતો છે. તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે નર્મદા ડેમ ભરાઈ જાય, જેથી રાજ્યમાં પીવાના પાણીની કોઈને તકલીફ ના પડે.
જણાવી દઈએ કે, ગત 2 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં ધોરણ 6 થી 8 માટે સ્કૂલો ફરીથી શરૂ કરવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી SOPનું પાલન કરતાં સ્કૂલોમાં ઑફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે.
અગાઉ ધોરણ 9 થી 11ના ઑફલાઈન વર્ગે 26 જુલાઈથી શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન સરકારે કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ ઑફ લાઈન ક્લાસ એટેન્ડ કરવા માંગતા હોય, તેમણે પોતાના માતા-પિતા પાસેથી સહમતિ પત્ર લઈને સ્કૂલમાં આવવું પડશે. આ સાથે જ સ્કૂલમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 50 ટકાથી વધુ ના હોવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..