મેન્યુફેક્ચરિંગનું હબ ગણાતા ચીનને મોટો ફટકો, 1000 વિદેશી કંપનીઓ ભારતમાં ફેક્ટરીઓ ખોલવા માટે ઉત્સુક

ચીન પાસેથી દુનિયાનું સૌથી પસંદગીનું મેન્યુફેક્ચરિંગ હબ હોવાનું લેબલ છીનવાઈ શકે છે. કોરોના વાયરસ મહામારીના કારણે ઊભી થયેલી મુશ્કેલીઓ વચ્ચે લગભગ 1000 વિદેશી કંપનીઓ સરકારના અધિકારીઓ સાથે ભારતમાં પોતાની ફેક્ટરીઓ ખોલવાને લઈને વાતચીત કરી રહી છે.

એક અહેવાલ પ્રમાણે તેમાંથી ઓછામાં ઓછી 200 કપનીઓ મોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, મેડિકલ ડિવાઈઝ, ટેક્સટાઈલ્સ તથા સિન્થેટિક ફેબ્રિક્સ જેવા ક્ષેત્રોમાં ભારતમાં ફેક્ટરીઓ ખોલવા માટે સરકાર સાથે સક્રિય રીતે વાતચીત કરી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આ કંપનીઓ ભારતને વૈકલ્પિક મેન્યુફેક્ચરિંગ હબના રૂપમાં જોવે છે અને સરકારના વિવિધ વિભાગ સમક્ષ પ્રસ્તાવ રજૂ કરી ચૂકી છે. જેમાં વિદેશમાં ભારતીય એમ્બેસી અને રાજ્યોના ઉદ્યોગ મંત્રાલય સામેલ છે.

રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું છે કે વર્તમાનમાં લગભગ 1000 કંપનીઓ વિવિધ સ્તરે જેવા ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશનલ સેલ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ્સ અને રાજ્ય સરકારો સાથે વાતચીત કરી રહી છે. આ કંપનીઓમાંથી આપણે 300 કંપનીઓને ટારગેટ કરી છે.

તેમણે કહ્યું છે કે અમે તે વાતને લઈને આશાવાદી છીએ કે એક વખત કોરોના વાયરસ મહામારી નિયંત્રણમાં આવી જાય છે તો આપણા માટે ઘણી ફાયદાકારક બાબતો સામે આવશે અને ભારત વૈકલ્પિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઊભરશે.જાપાન, અમેરિકા તથા દક્ષિણ કોરીયા જેવા ઘણા દેશ ચીન પર હદથી વધારે આધાર રાખે છે અને તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

દેશમાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક મોટા નિર્ણય અંતર્ગત કોર્પોરેટ ટેક્સને ઘટાડીને 25.17 ટકા કરી દીધો હતો. નવી ફેક્ટરીઓ ખોલવા માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 17 ટકા કરી દેવામાં આવ્યો હતો જે દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌથી ઓછો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો